આંખોના પલકારે…

આંખોના પલકારે…

આંખ માં ક્યારેક દરિયો તો ક્યારેક ખાબોચિયું છલકાય,
દુનિયા જાણે આંખો ના પલકારે જોવાઈ જાય.
આંખ માં ક્યારેક સપના તો ક્યારેક હકીકત વર્તાય,
આજ જાણે આંખો ના પલકારે જીવન જીવાઈ જાય.

આંખ માં ક્યારેક સત્ય તો ક્યારેક અસત્ય સમજાય,

આજ જાણે આંખો ના પલકારે સમય વહી જાય.
આંખ માં ક્યારેક રુદન તો ક્યારેક હાસ્ય દર્શાય,. આજ જાણે આંખોના પલકારે સબંધોમાં ભરતી ને ઓટ થાય,
આંખ માં ક્યારેક પ્રેમ તો ક્યારેક નફરત નો પુર વહી જાય,
આજ જાણે આંખો ના પલકારે લાગણી નો ફણગો ફૂટી જાય.
આંખ માં ક્યારે મન તો ક્યારેક મગજ વંચાય,
આજ જાણે આંખ ના પલકારે હૃદય ના ધબકરા વધી જાય.
આંખો માં ને આંખો માં એવું ડૂબી જવાય,
આજ જાણે આંખો ના પલકારા જ ચૂકી જવાય.