કારણ…

કારણ…

શરૂઆત જિંદગી ની થાય છે..,
પણ કારણ સાથો સાથ હોય છે.
સવાર થતાં જ પંખીઓ કલરવ કરી ઉઠે છે..,
સૂરજ ઉગવા નું કારણ સાથો સાથ હોય છે.

 


 

 

 

શાંત રાત્રિ ની વેળા જન્મે છે..,

ચંદ્ર કાળા એ ખીલવા નું કારણ સાથો સાથ હોય છે.

નદીઓ ખળ ખળ કરતી વહેતી હોય છે..,
દરિયા ને મળવા નું કારણ સાથો સાથ હોય છે.

વૃક્ષો અડગ ઊભાં હોય છે..,

 


 

 

 

વરસાદ વરસવા નું કારણ સાથો સાથ હોય છે.

હાથો માં હાથ પરોવાયેલા હોય છે..,

 

 

 


 

 

પ્રણય નું અંકુર ફૂટવા નું કારણ સાથો સાથ હોય છે.

શરૂઆત જિંદગી ની થાય છે..,

પણ કારણ સાથો સાથ હોય છે.

Notify of
aarti gor
Guest
aarti gor

fine….

Antani kavya
Guest
Antani kavya

શબ્દો મન થી ઉદભવે છે … લાગણી સાથો સાથ હોય છે . જોરદાર ….