તકલીફો ને પેલે પાર..

તકલીફો ને પેલે પાર..

બંધ આંખો ખોલી ને, નજર ઊંચી રાખજે.,
તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે.
દુઃખ નો વરસાદ થાય કદાચ,સુખ નું ખાબોચિયું તો ભરાસે જ.. એટલું નક્કી રાખજે.
રાત ના અંધકાર પછી,ફરી દિવસ ઉગસે.. એટલું યાદ રાખજે.
તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે.


ખારાશ હસે આંશુ ઓ ના દરિયા માં,મીઠા સ્મિત નું સરોવર પણ ચાખજે.
કડવાશ ના કરા પણ પડે કદાચ, બસ હૃદય મક્કમ રાખજે.
તકલીફો ને પેલે પાર ડોકિયું કરી નાખજે.


નકારાત્મકતા ની દુર્ગંધ ફેલાય જો, સકારાત્મકતા નું સેન્ટ છાંટી નાખજે.
દુનિયા ને કઈ સાબિત કરી શકાય કે નહિ,ખુદ ને સાબિત કરી બતાવજે.
તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે.

error: Content is protected !!
%d bloggers like this: