કોણ છે ગુરુ?

કોણ છે ગુરુ?

શીખવી ગઈ એક નાનકડી કીડી,
ચડજે ને પડજે તું વધજે આગળ..,
નાનકડી પણ હાથી ને ય કરાવતી તાંડવ;
શીખવે છે એ ગુરુગાગર..,


ના જાત ના પાત ના ઉંમર ની બાધત;
પ્રભુ પણ નમે જ્યાં એ ગૂરુગાગર,
ના કોઈ મોટો ગુરુ એક માતા આગળ;
શીખવે છે એ ગૂરુગાગર.


અહી તો નથી શીખવાની પણ કોઈ ઉંમર..,
શીખતાં રહો અને શીખવતાં રહો;
છલકાવતાં રહો ગુરૂસાગર,
શીખવે છે એ ગૂરુગાગર.

ગુરુ ને વંદન


happy gurupurnima

error: Content is protected !!
%d bloggers like this: