વરસાદ એટલે…?

વરસાદ એટલે.....?

વરસાદ એટલે..ધરતી ને મળતા નવા ધબકારા,
વરસાદ એટલે..ખેડૂત ના હૃદય માં છુપાયેલી વેદના;
વરસાદ એટલે..નવજાત શિશુના રુદન છાંટણા,
વરસાદ એટલે..પોતાનું બાળપણ જીવી રહેલા એક બાળક નું મીઠું હાસ્ય;
વરસાદ એટલે..નવયુવાન ના મન માં અંકુરિત થતું પ્રેમ નું બીજ,
વરસાદ એટલે..એક માતા ના હૃદય માં ઊભરાતી મમતા;
વરસાદ એટલે..એક પિતા ના હૃદય માં વરસતું વાત્સલ્ય,
વરસાદ એટલે..દરેક ધબકતાં હૃદય નો હાસકારો;
વરસાદ એટલે.. ક્યારેક તો જાણે સિંહ ની ગર્જના,
વરસાદ એટલે…..? ખરેખર તો ઈશ્વરનો મીઠો આશીર્વાદ.

error: Content is protected !!
%d bloggers like this: