પ્રથમ તું…

પ્રથમ તું..પ્રથમ તું.

સ્થાન પ્રથમ વાહન મૂષક જેનું;
ગણપતિ ગજાનન નામ એનું,
હે દુંદાળા સિદ્ધિવિનાયક તું;


પ્રથમ તું.. પ્રથમ તું..પ્રથમ તું.રૂપ મનોહર, લંબોદર તું; 
રિદ્ધિસિદ્ધી સ્વામી,ગૌરી શંકર  સુત તું;
જ્યાં ગણેશ ગીત ગાઉં, ત્યાં મોદક કેમ ભૂલું હું?,


પ્રથમ તું..પ્રથમ તું..પ્રથમ તું..નમન તને ગણેશ શુભ પ્રતીક તું;
એકદંત વક્રતુંડ ગજમુખ ગણેશ તું,
માનવ ને ગડનાર ,માનવ હાથે ગડાયો તું;
પ્રથમ તું..પ્રથમ તું.. પ્રથમ તું..   

ગણપતિ બાપા મોરિયા”

error: Content is protected !!
%d bloggers like this: